My Dahegam વિશે થોડુ

અમદાવાદ અને ગાંધીનગર જેવા ગુજરાતના ગ્રોથ એન્જીન ગણાતા બે મહાનગરોના ત્રિભેટે આવેલુ ગોકુળીયુ ગામ દહેગામ વર્ષો જુનો ઈતિહાસ ધરાવે છે. દહેગામ તાલુકા અને તેની આસપાસના ગામોને જો સમાવી લઈએ, તો અંહી વસ્તી ૨ લાખ જેવી થવા જાય છે. અમદાવાદ અને ગાંધીનગરની જેમ જ હવે દહેગામ પણ અર્બન ગામ બનતુ જાય છે. દહેગામના વ્યવસાયોને એક પ્લેટફોર્મ પર લાવવા, જરુરી સુવિધાઓ આંગળીના વેઢે ઉપલબ્ધcause and effect thesis example how to do an impromptu speech કરાવવી, વ્યવસાયકારોને એક નવુ પ્લેટફોર્મ આપવુ, સ્થાનીય સમાચારો અને બદલાતા પ્રવાહોથી નગરજનોને વાકેફ રાખવાના બહુવિધ હેતુઓ સાથે શરુ કરાયેલ આ એક ખાનગી સાહસ છે. નફો એ કોઈપણ વ્યવસાય માટે સતત આવશ્યક હોવા છતા અમારા માટે વધુ મહત્વની વાત દહેગામને ઉપયોગી નિવડવાનુ છે.

ટેક્નોલોજીના આ યુગમા આંગળીના ટેરવા પર દહેગામની તમામ માહીતી તો મળશે જ સાથે સાથે સમાચારો પણ મળતા રહેશેcause and effect thesis example how to do an impromptu speech. એમાં પણ માત્ર સમાચારો જ નહી પરંતુ લોકોના રોજીંદા જીવનમાં પડતી મુસીબતોને તંત્રના કાન સુધી પહોંચે તે માટે માય દહેગામની ટીમ હંમેશા તત્પર રહેશે. આજે નૂતનવર્ષના પ્રારંભે જ્યારે નવીન શરુઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હવે આ ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ તમામ દહેગામવાસીઓનુ છે. માય દહેગામ નામની પાછળનો ઉદ્દેશ પણ જ એ હતો કે દહેગામની એક એક વ્યક્તિ તેની સાથે જોડાઈ શકે અને પોતિકાપણાનો અનુભવ કરી શકે. આપ પણ આપના સૂચનોને અમારા વોટસએપ નંબર ૮૯૦૫૬૬૦૦૬૮ પર મોકલી શકો છો.

વર્તમાન અને ભવિષ્ય

ઓનલાઈન ઈ કોમર્સ કંપનીઓ જે હદે ભારતમાં પગપેસારો કરી રહી છે તે જોતા નાના દુકાનદારો પણ ઓનલાઈન થઈ સ્પર્ધા માટે તૈયાર રહે એ ખુબ જ જરુરી છે.

બિઝનેસ ડીક્શનરી અને ન્યુઝ રિપોર્ટ થી શરુ કરી આગળ અમે પ્રોપર્ટી સેક્શન અને નગરવાસીઓ ઓનલાઈન જુની વસ્તુઓની લે વેચ કરી શકે તે માટે વેબસાઈટ પર જ એક અલગ સેક્શન બનાવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. દહેગામની આ વેબસાઈટ આપણા સહુ માટે છે અને એટલા જ માટે આપના સૂચનો માય દહેગામમાં હમેશા આવકાર્ય છે. જેને આપ અમારા વોટસ એપ નંબર 8905660068 પર મોકલી શકો છો.

દહેગામની આ વેબસાઈટ પર જો તમે જાહેરાત આપવા ઈચ્છતા હો તો માત્ર 500 રુપિયા પ્રતિમાસમાં જાહેરાતના પેજ પર જાહેરાત આપી શકો છો.

Declaration
www.Mydahegam.com એ નગરપાલિકા અથવા અન્ય કોઈપણ સરકારી સંસ્થા કે પક્ષ સાથે કોઈપણ રીતે, જોડાયેલ નથી.