આપણે સહુ નિષ્ફળ જઈશુ વારંવાર નિષ્ફળ જઈશુ પરંતુ …
February 7, 2018
દહેગામમાં સ્વચ્છતા અભિયાન કેટલુ સફળ કેટલુ નિષ્ફળ
February 11, 2018

૬૦૦ વર્ષ જુની દહેગામની ઐતિહાસિક ધરોહર – સાંપાની વાવ

z

તમે દહેગામના છો? તમે ક્યારેય સાંપામાં આવલી વાવ વિશે સાંભળ્યુ છે? તમે ક્યારેય બાળકોને લઈને દહેગામમાં આવેલી ૬૦૦ વર્ષ જુની સાંપાની વાવ બતાવવા ગયા છો? છેલ્લા પ્રશ્નનો જવાબ લગભગ ના માં જ હશે. ૬૦૦ વર્ષ જુની પુરાણી સંસ્કૃતિના અવશેષો આપણી વચ્ચે છે અને આપણને કદાચ એની કદર જ નથી.

૬૦૦ વર્ષ પહેલા શા માટે એનુ નિર્માણ થયુ? કોણે એનુ નિર્માણ કર્યુ? એ વખતની નિર્માણ શૈલી કેવી હતી? સિમેન્ટ ન વાપરવા છતા આ બાંધકામ સદીઓ સુધી કેવીરીતે ટકી શક્યુ? ક્યારેય આ સવાલો મનમાં ઉદ્ભવયા છે? અને ક્યારેય એના જવાબ મેળવવા આપણે તસ્દી લીધી છે. દહેગામમાં આવેલા સ્થાનો એ આપણી સામુહીક ધરોહર છે પરંતુ ક્યાંક ને ક્યાંક “બધાનુ એ કોઈનુ નહી” ની ઉક્તિની જેમ આપણે સહુ આ ધરોહરની અવગણના કરી રહ્યા છીએ. માત્ર પ્રશાસન જ નહી આપણે પણ આપણી ધારોહરને ભૂલી એને બતાવવાનુ વાગોળવાનુ બંધ કરી દીધુ છે. અલબત આજે ફરી એકવખત અંહી સાંપાની આ વાવની કેટલીક તસ્વીરો રજુ કરવી છે અને સાથે જ વાત કરવી છે તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વિગતોની.

લગભગ ૧૬મી સદીમાં બંધાયેલ આ વાવ એટલે કે પગથિયા વાળો કુવો છે. જેનો મુખ્ય ઉદ્દેશ વટેમાર્ગુઓની તરસ છીપાવવાનો છે. જે એ સમયે વટેમાર્ગુઓની સાથે ઘોડા બળદ વિગેરે પ્રાણીઓ પણ રહેતા અને આ પ્રાણીઓની તરસ છીપાવવા માટે પણ અંહી વ્યવસ્થિત આયોજન કરાયુ છે. વાવની બાહર રહેલા હવાડામાં સતત પાણી આવતુ રહે તે રીતે આની સંરચના કરવામાં આવી છે. એ વખતના નિર્માણ શૈલીને અનુભવવા માટે તો તમારે સ્વયં તેની મુલાકાત લેવી રહી

આપણા બાળકોને પણ આવી મહામૂલી ધરોહરથી અવગત કરાવીએ અને તેમને એ વાતની પ્રતિતી કરાવીએ કે ભારત ખરા અર્થમાં એક સમયે કેટલુ સમૃધ્ધ, વિકસિત અને દુરંદેશી હતુ. યાદ રહે કે જે પ્રજા ઈતિહાસ ભુલી જાય છે એ પ્રજાનુ ભવિષ્ય પણ જોખમાઈ જાય છે.

વાવની કેટલીક નયનરમ્ય તસ્વીરો

 

 

 

 

 

 

 

શેર કરો તમારી આસપાસની ખબરોને અમારા વોટ્સ અપ નંબર ૮૯૦૫૬૬૦૦૬૮ પર અને પહોંચાડો તમારી વાત દહેગામ સુધી. 

Source: dahegam

Facebook Comments

mm
Mydahegam
અમદાવાદ અને ગાંધીનગર જેવા ગુજરાતના ગ્રોથ એન્જીન ગણાતા બે મહાનગરોના ત્રિભેટે આવેલુ ગોકુળીયુ ગામ દહેગામ વર્ષો જુનો ઈતિહાસ ધરાવે છે. દહેગામ તાલુકા અને તેની આસપાસના ગામોને જો સમાવી લઈએ, તો અંહી વસ્તી ૨ લાખ જેવી થવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *