ચૈત્રી નવરાત્રી પર દહેગામના આ મંદિરે જોવા મળી રહી છે ભીડ
March 18, 2018
આ રીતે માત્ર ૨ મીનીટમાં જ ચોરાય છે ફેસબુક યુઝરનો ડેટા
March 22, 2018

દહેગામ તાલુકા નુ ગોકુળીયુ ગામ હાથીજણ

સત્તાધીશો જો સક્ષમ હોય અને જનતા જાગરુક હોય તો આ બંનેનો સુભગ સમન્વય શહેર નગર કે ગામની કાયાપલટ કરી શકે આવુ જ એક ઉદાહરણ દહેગામના હાથીજણ ગામમાં પણ જોવા મળે છે. માત્ર ૧૫૦૦ની વસ્તી ધરાવતુ આ ગામ દેશના કોઈપણ ગામને ટક્કર મારે તેવી સુવિધાઓ ધરાવે છે. ગામમાંથી અંધકારને ઉલેચવા માટે એલઇડી લાઇટથી સજ્જ કરવામાં આવ્યુછે. જ્યારે ખુલ્લામાં શૌચાલય મુક્ત બનાવવામા આવ્યુછે. ગામમાં તમામ ઘરે શૌચાલય બનાવી દેવામા આવ્યા છે.

દહેગામથી 12 કીમી દૂર આવેલ હાથીજણ ગામ તેની સ્વચ્છતા અને સુવિધા માટે જાણિતુ છે. પંદરસો જેટલી જન સંખ્યા ઘરાવતાં ગામમાં ગ્રામજનોને પાયાની સુવિધા મળી રહે તે માટે તમામ રહેઠાણે સો ટકા શૌચાલય બનાવાયા છે. સમગ્ર માર્ગ સીસીરોડનો છે,જેનાથી ગામમાં ગંદકી થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ગામમાં બે ટાઇમ નિયમિત સફાઇ કરાવવામાં આવે છે. ઉપરાંત ગ્રામજનોને સ્વચ્છતાની ટેવ કેળવાય તે માટે ઘેર ઘેર ડસ્ટબીન અને ગામની દુકાનો પર પણ ડસ્ટબીનનું વિતરણ કરાયુ છે. જેમાં નાંખવામાં આવતો કચરો ટ્રેકટર દ્વારા લઇ જવામાં આવે છે.

ગામમાં ગટર લાઇનની પણ સો ટકા વ્યવસ્થા કરાઇ છે.અને દરેક ગ્રામજને ગટર કનેકશન મેળવી લીધુ છે.ઉપરાંત હાથીજણ ગામમાં આર્થિક વ્યવહારો માટે બેંકની સુવિધા તેમજ વાંચન માટે વાંચનાલય પણ પશુઓની સારવાર માટે પશુ દવાખાનુ ઘેર ઘેર સ્વચ્છ પાણી પહોંચાડવા માટે સો ટકા કનેકશન કરાયા છે. ઉપરાંત પ્રાથમિક શાળા અને ગામમાં એક સાંસ્કૃતિક પ્રવૃતિ કેન્દ્ર પણ આવેલુ છે.જયાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરી શકાય સમગ્ર ગામમાં એલઇડી લાઇટો લગાવાઇ છે.જેનાથી ગામ આખુ રાત્રિના સમયે ઝળહળી ઉઠે છે. હાથીજણ ગામને ભૂતકાળમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત અને સ્વચ્છ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

વ્યવસ્થિત આયોજન અને નક્કર કામગીરીના પગલે હાથીજણ ગામ આપણા સહુ માટે દિશા ચીંધનારુ બની રહ્યુ છે.

Source: dahegam

Facebook Comments

mm
Mydahegam
અમદાવાદ અને ગાંધીનગર જેવા ગુજરાતના ગ્રોથ એન્જીન ગણાતા બે મહાનગરોના ત્રિભેટે આવેલુ ગોકુળીયુ ગામ દહેગામ વર્ષો જુનો ઈતિહાસ ધરાવે છે. દહેગામ તાલુકા અને તેની આસપાસના ગામોને જો સમાવી લઈએ, તો અંહી વસ્તી ૨ લાખ જેવી થવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *