દહેગામમાં રામનવમીની તડામાર તૈયારીઓ
March 24, 2018
કોમી તણાવની દહેશતમાં દહેગામ?
March 28, 2018

દહેગામમાં એસીબીનો સપાટોઃ બે લાંચીયા અધિકારીઓ ઝડપાયા

સરકારી તંત્રની સૌથી મોટી ગંદકી ભ્રષ્ટાચાર છે સરકારી તંત્રના કોઈપણ ડીપાર્ટમેન્ટમાં તમને ભ્રષ્ટાચારી કીડાઓ જોવા મળી જ જતા હોય છે. જનતા ના પૈસે જેમને જનતાની સેવા કરવા માટે બેસાડાય છે એ અધિકારીઓ નિફ્ફટ અને નિર્લજ્જ બની પૈસાની લાલચમાં ગરીબ જનતાને લુંટે જતા હોય છે. સરકારી નોકરીના આટલા ક્રેઝ પાછળનુ એક કારણ એ પણ છે કે લોકો માને છે કે તેઓ સરકારી નોકરી કરીને ટેબલ નીચેની આવક મેળવી શકે છે. સરકારી અધિકારીઓ પણ ઘણી વખત એવુ માને છે કે તેઓ કામ કરીને જનતા પર ઉપકાર કરી રહ્યા છે. જો કે હવે સમય બદલાઈ રહ્યો છે શિક્ષણના વધી રહેલા વ્યાપના પગલે આવા ભ્રષ્ટ્રાચારી કીડાઓ સામે અવાજ ઉઠાવનાર શિક્ષીતોનો વર્ગ પણ વધી રહ્યો છે.

દહેગામમાં પણ ગયા અઠવાડીયે એસીબી દ્વારા છટકુ ગોઠવીને આવા બે લાંચીયા અધિકારીઓને ઝડપી પાડ્યા હતા. ૧૦૦૦૦ની લાંચ લેવા જતા  દહેગામ નગર પાલિકામાં હીસાબનીશ અને ફુડ ઓફીસર તરીકે કાર્યરત આ બંને લાંચીયા ભ્રષ્ટાચારીઓને છટકુ ગોઠવીને ઝડપી પડાયા બાદ એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરવા પગલા હાથ ધર્યા હતા. એસીબીની આ કામગીરીની દહેગામ વાસીઓમાં પ્રશંસા થઈ રહી છે સાથે જ હજુ જો આવી જ કામગીરી  ચાલુ રખાય અને પકડાયેલા આરોપીઓની ઉલટતપાસ થાય તો વધુ ભ્રષ્ટાચારી કીડા મળી આવે તેવી શક્યતા છે.

ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થયા બાદ અગાઉ માર્ચ એન્ડીંગમાં શની-રવિવાર કામકાજ ચાલુ રાખવાની જે જાહેરાત થઈ હતી તેનાથી ઉલટ શનિવાર-રવિવારે કચેરી બંધ રહી હતી. જેન લોકોને જાણ ન કરાતા અનેક લોકોએ હાલાકીનો ભોગ બનવુ પડ્યુ હતુ.

માય દહેગામ દહેગામવાસીઓને ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવવા આગ્રહ કરે છે. તમારુ મૌન એ ન માત્ર ભ્રષ્ટાચારીઓને છાવરે છે પરંતુ પ્રમાણીક અધિકારીઓના મોરલને પણ ડગમગાવે છે. ભ્રષ્ટાચાર એ એક કેન્સર છે અને એને નાથવા માટે આપણે સહુએ જાગૃત થવુ પડશે. દહેગામના કોઈપણ સરકારી વિભાગમાં કોઈપણ પ્રકારની લાંચની માંગણીઓને તાબે થયા વગર તેની સામે અવાજ ઉઠાવીએ અને દહેગામમાં મોજુદ આવા તમામ ભ્રષ્ટાચારી કીડાઓને કચડી નાખીએ. જો તમારી પાસે કોઈ લાંચ માંગે તો આપ એસીબીમાં તો ફરીયાદ કરી જ શકો છો સાથે સાથે માય દહેગામના વોટ્સ એપ નંબર ૮૯૦૫૬૬૦૦૬૮ પર અમને પણ જણાવી શકો છો.  

અલબત અમારો કહેવાનો અર્થ બિલકુલ એવો નથી કે તમામ સરકારી અધિકારીઓ ભ્રષ્ટ છે અનેક પ્રમાણીક અધિકારીઓ પણ છે જ પરંતુ કેટલાક આવા તત્વોને પરીણામે આ ગંદકી અન્ય અધિકારીઓમાં પણ આગળ વધે છે અને એટલે જ એની સામે એકજુથ થવાની જરુર છે. જણાવો એસીબીની કામગીરી વિશે તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં.

Source: dahegam

Facebook Comments

mm
Mydahegam
અમદાવાદ અને ગાંધીનગર જેવા ગુજરાતના ગ્રોથ એન્જીન ગણાતા બે મહાનગરોના ત્રિભેટે આવેલુ ગોકુળીયુ ગામ દહેગામ વર્ષો જુનો ઈતિહાસ ધરાવે છે. દહેગામ તાલુકા અને તેની આસપાસના ગામોને જો સમાવી લઈએ, તો અંહી વસ્તી ૨ લાખ જેવી થવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *