કોમી તણાવની દહેશતમાં દહેગામ?
March 28, 2018
વિધાનસભામાં બલરાજસિંહે આ વિષયો પર પુછ્યા સવાલ
April 1, 2018

કોમી તણાવની વચ્ચે દહેગામમાં નીકળી અંહીસાના ઉપદેશકની શોભાયાત્રા.

છેલ્લા ૨-૩ દિવસના ઘટનાક્રમોના પગલે દહેગામમાં અજંપો અને ઉશ્કેરાટ ફેલાયેલા છે તેની વચ્ચે ગઈકાલે દહેગામમાં જૈનોના ૨૪માં તીર્થંકર અને અંહીંસાનો ઉપદેશ આપનાર ભગવાના મહાવીરનો જન્મ દિવસ ઉજવાઈ ગયો. ભગવાન મહાવીર એટલે એ પાત્ર કે જેમની કરુણા માત્ર માનવ પુરતી નહી પરંતુ જીવમાત્ર પ્રત્યે વિકસી છે. જીવમાત્ર સાથે સ્નેહ અને કરુણા જળવાઈ રહે પોતાના વતી અન્યને મન વચન કે કાયાથી પણ દુખ ન પહોંચે તે રીતે જીવન જીવવાનો જેમણે જીવનભર ઉપદેશ આપ્યો. આને જોગાનુજોગ કહો કે કંઈ બીજુ પરંતુ એકતરફ દહેગામમાં જ્યારે બંને કોમમાં તણાવ પ્રસરેલો છે ત્યારે ભગવાન મહાવીરનો ઉપદેશ અંહી બહુ પ્રાસંગિક સાબિત થાય છે જેમાં તેઓ પરસ્પર એકબીજાને માફ કરી દેવાની વાત કરે છે.

દહેગામમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયની વસ્તી આવેલી છે જેમણે ભગવાન મહાવીરના જન્મકલ્યાણકને ધુમધામ પુર્વક ઉજવ્યુ હતુ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી ભગવાન મહાવીરની શોભાયાત્રા બાદ જૈન ભાવિકો દ્વારા બહેરા મુંગા શાળામાં બાળકોને મિષ્ટાન ભોજન કરાવ્યુ હતુ તો સાથે જ દહેગામના તમામ જૈન દેરાસરોમાં પરમાત્માની સુંદર અંગરચના કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ બનવા નહોતો પામ્યો.

પ્રભુ મહાવીરના જન્મકલ્યાણકની આપ સહુને શુભકામનાઓ અને પ્રભુ મહાવીરના કરુણાના ભાવ આપણી અંદર પણ પ્રગટે અને સમગ્ર જીવમાત્રનુ કલ્યાણ થાય એ જ અભ્યર્થના.

માય દહેગામ વતી આપ સહુને મહાવીર જયંતીની શુભકામનાઓ! આપના આસપાસના વિસ્તારમાં બનતી ઘટનાઓને શેર કરો અમારા વોટસએપ નંબર ૮૯૦૫૬૬૦૦૬૮ પર અને જોડાવો દહેગામની સૌપ્રથમ ફેસબુક ન્યુઝ ચેનલ સાથે.

Source: dahegam

Facebook Comments

mm
Mydahegam
અમદાવાદ અને ગાંધીનગર જેવા ગુજરાતના ગ્રોથ એન્જીન ગણાતા બે મહાનગરોના ત્રિભેટે આવેલુ ગોકુળીયુ ગામ દહેગામ વર્ષો જુનો ઈતિહાસ ધરાવે છે. દહેગામ તાલુકા અને તેની આસપાસના ગામોને જો સમાવી લઈએ, તો અંહી વસ્તી ૨ લાખ જેવી થવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *