દહેગામમાં એસીબીનો સપાટોઃ બે લાંચીયા અધિકારીઓ ઝડપાયા
March 25, 2018
કોમી તણાવની વચ્ચે દહેગામમાં નીકળી અંહીસાના ઉપદેશકની શોભાયાત્રા.
March 30, 2018

કોમી તણાવની દહેશતમાં દહેગામ?

૨૦૦૨ના કોમી તોફાનો બાદ દહેગામમાં ફરી એકવાર કોમી હુલ્લડો સર્જાવાની ગંધ આવી રહી છે. ૨૦૦૨થી ૨૦૧૮ સુધીના સમયમાં ૨૦૦૨ બાદ છેલ્લા ૧૬ વર્ષમાં કોઈ મોટી ઘટના સર્જાઈ નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોનો ઘટનાક્રમ આ ભીતીને ફરી જન્મ આપી રહ્યો છે. રામનવમીના રથયાત્રા બાદ નજીવા મુદ્દે જન્મેલી તકરાર જોતજોતામાં કોમી રમખાણ સર્જી દે ત્યાં સુધી પહોંચી ચુકી છે.

જાણવા મળતી વિગતો અનુસાર રાત્રે નવ વાગ્યે ઔડા ગાર્ડન પાસે લઘુમતી કોમના યુવાનને માર મરાયા બાદ લઘુમતી સમાજમાં વાતની જાણ થતા ઉશ્કેરાટ વધ્યો હતો. ત્યારબાદ ઉગમણા દરવાજે હાટકેશ્વર મંદીર પાસે રહેતા કમળાબેન વાઘેલાના ઘર પર રાત્રે ૧૦ વાગ્યે લાકડી પાઈપ અને સળગતા કાકડા નાખીને હુમલો કરાયો હતો. બંને પક્ષોએ એકબીજા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી આવી કોઈપણ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.

નાનકડી બાબતોમાંથી થતા બે વ્યક્તિઓ વચ્ચેના છમકલા અંતે ઈગો પર આવીને અટકે છે. સામેવાળાને બતાવી દેવાના દમમાં થયેલી નાનકડી બોલાચાલી અંતે જુથવાદ જ્ઞાતિવાદ અને જો ધર્મભેદ હોય તો અંતે કોમવાદ પર જઈને અટકે છે. છેલ્લા ૧૬ વર્ષથી કોમી રમખાણોથી મુક્ત દહેગામને આગળ પણ શાંતિપ્રય અને રમખાણો મુક્ત રાખવાની આપણા સહુની સહીયારી જવાબદારી છે. હીંદુ અને મુસ્લીમ બંને એક જ સમાજમાં સહઅસ્તિત્વ જાળવવાનુ છે અને એટલે જ બંને એ એકબીજાના ધર્મ અને સંસ્કૃતિ પરત્વે પારસ્પરિક સૌહાર્દ દાખવવી જ રહી.

મારો ધર્મ સાચો એ ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને શ્રધ્ધા છે પરંતુ બીજાનો ધર્મ ખોટો એ કટ્ટરતા છે. જીવનમાં ધર્મ નિષ્ઠાને સ્થાન હોઈ શકે કટ્ટરતાને કદાપિ નહી. જો બીજા ધર્મના લોકો પાસે થી આદર મેળવવો હશે તો અન્ય ધર્મોને આદર આપવો જ પડશે. દહેગામમાં હવે જ્યારે કોમવાદનુ વાતાવરણ સર્જાયુ છે ત્યારે બની શકે કે તમારી પાસે સાચા ખોટા સમાચાર અને બીજા ધર્મ પ્રત્યે ગંદકી ફેલાવતા મેસેજોનો મારો શરુ થઈ ગયો હોય પરંતુ એને વધુ ન ફેલાવતા આપણા સુધી જ અટકાવીએ. પરસ્પરનુ સન્માન કરીએ તો બેશક જ આપણી આગામી પેઢીઓ અને દહેગામની વર્તમાન પેઢી માટે એક સુંદર દહેગામનુ સર્જન આપણે સહુ કરી શકીશુ. અલબત આ માટે પણ પહેલ તો બંને હાથે થવી રહી.

તમારા પોતાના ફ્રેન્ડ સર્કલમાં જ જો નજર નાખશો તો અનેક વિધર્મી મિત્રો પણ તમને મળી આવશે જેના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો. અનેક વર્ષોથી મિત્રતા નિભાવ્યા બાદ ક્યારેક સર્જાતા આવા એકાદ છમકલાથી તમારી મિત્રતા પર રખે આંચ આવવા દેતા.

Source: dahegam

Facebook Comments

mm
Mydahegam
અમદાવાદ અને ગાંધીનગર જેવા ગુજરાતના ગ્રોથ એન્જીન ગણાતા બે મહાનગરોના ત્રિભેટે આવેલુ ગોકુળીયુ ગામ દહેગામ વર્ષો જુનો ઈતિહાસ ધરાવે છે. દહેગામ તાલુકા અને તેની આસપાસના ગામોને જો સમાવી લઈએ, તો અંહી વસ્તી ૨ લાખ જેવી થવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *