દહેગામના નાગરિકો માટે અનોખી તક
February 4, 2018
૬૦૦ વર્ષ જુની દહેગામની ઐતિહાસિક ધરોહર – સાંપાની વાવ
February 9, 2018

આપણે સહુ નિષ્ફળ જઈશુ વારંવાર નિષ્ફળ જઈશુ પરંતુ …

૪થી ફેબ્રુઆરીએ ફેસબુકે પોતાના અસ્તિત્વના ૧૪ વર્ષ પૂર્ણ કર્યા. દુનિયાભરમાં અબજો યુઝર્સ ધરાવતી આ કંપનીએ લોકોના જીવનને ઘરમૂળથી બદલી નાખ્યુ છે ફેસબુકના ૧૪માં સ્થાપના દિવસે ફેસબુકના સંસ્થાપક અને સીઈઓ માર્ક ઝુકર્બગ કહે છે કે યુનીવર્સીટીના એક નાના ઓરડાથી લઈને આજે વિશ્વ વિખ્યાત કંપની સુધી આપણે સહુએ લાંબી મઝલ કાપી છે અને હજુ ઘણી લાંબી મઝલ કાપવાની બાકી છે.

કોઈ કલ્પના પણ કરી શકે કે ૧૯ વર્ષના એક યુવાનના મનમાં ઉદ્ભવેલો એક વિચાર સમગ્ર વિશ્વની કાયાપલટ કરી દેશે? દુનીયાના બે ભિન્ન ભાગોમાં રહેતા વ્યક્તોને એકબીજા સાથે સતત કનેક્ટેડ કરી દેશે? ૧૯ વર્ષની ઉમરે તમે શુ કરી શકો છો એનુ આપણામાંથી ઘણાને જ્યારે ભાન પણ થયુ નથી હોતુ ત્યારે આ યુવાને દુનિયા બદલી નાખતી કંપનીની સ્થાપના કરી દિધેલી આજે ૩૪ વર્ષની ઉંમરે એ યુવાન દુનિયાના સૌથી ધનિક સીઈઓ માં નો એક છે. દુનિયાભરમાં તેની કંપનીના અબજો યુઝર્સ આવેલા છે. પોતાના અસ્તિત્વ બાદ ઉદ્ભવેલા ડઝનથી પણ વધારે સંસ્થાનોને તેણે ક્યારેય પોતાનાથી આગળ નથી વધવા દિધા કે પછી એક સ્થાને ઉંચાઈએ પહોંચ્યા પછી હાશકારો લઈને બેસી નથી ગયા સતત નવીનતા, નવા પ્રયાસો અને દુનિયાને વધુ નજીક લાવવાના તેમના પ્રયાસો હંમેશા ચાલુ રહ્યા છે. જો હજુ તમારા દિમાગમાં આ યુવાનનુ નામ ઝબક્યુ ન હોય તો વાત છે ૨૧મી સદીના જીવનને બદલી નાખનાર ફેસબુક સંસ્થાપક માર્ક ઝૂકર્બર્ગની.

ફેસબુકના ૧૪માં સ્થાપના દિવસે ખુલીને વાત કરતા ઝુકરબર્ગ નિખાલસપણે સ્વિકારે છે કે ૧૯ વર્ષની ઉંમરે તેઓ નહોતા જાણતા કે એક કંપની કેવી રીતે સ્થાપી શકાય. મે લગભગ એ તમામ ભુલો કરી છે કે જેના વિશે તમે વિચારી શકો. મેં લગભગ ડઝન કરતા વધારે ટેક્નીકલ ભૂલો કરી છે અનેક ખરાબ ડીલો પણ કરી છે. ખોટા લોકો પર ભરોસો કર્યો છે તો ટેલેન્ટેડ લોકોને ખોટા જોબ રોલ પર મુક્યા છે. અનેક મહત્વપૂર્ણ ટ્રેન્ડ મિસ કર્યા છે બીજા કરતા પાછળ પણ રહ્યો છુ. એક પછી એક અમે અનેક પ્રોડકટ લોંચ કરી છે જે નિષ્ફળ ગઈ છે 

તેમ છતા ફેસબુક આજે અસ્તિત્વ ધરાવે છે તેનુ કારણ એ નથી કે અમે ભુલો નથી કરી પરંતુ એટલા માટે છે કેમ કે અમે અમારા પડકારોનો સામનો કરવા સતત તૈયાર રહ્યા છીએ. અમે એ જાણીએ છીએ કે આપણે સહુ નિષ્ફળ જઈશુ વારંવાર નિષ્ફળ જઈશુ પરંતુ આગળ વધવાનો એ જ એક માત્ર રસ્તો છે. 

આ સફરમાં આપણે હજુ ઘણા વહેલા છીએ હજુ ઘણી લાંબી મઝલ કાપવાની  બાકી છે અમે હજુ વધારે પ્રયત્નો કરીશુ પણ મને ગર્વ છે કે આ ૧૪ વર્ષમાં હું દુનિયાને વધુ નજીક લાવી શક્યો છુ. મિત્રો અને પરિવારોને એકબીજા સાથે જોડી શકો છો.

Source: dahegam

Facebook Comments

mm
Mydahegam
અમદાવાદ અને ગાંધીનગર જેવા ગુજરાતના ગ્રોથ એન્જીન ગણાતા બે મહાનગરોના ત્રિભેટે આવેલુ ગોકુળીયુ ગામ દહેગામ વર્ષો જુનો ઈતિહાસ ધરાવે છે. દહેગામ તાલુકા અને તેની આસપાસના ગામોને જો સમાવી લઈએ, તો અંહી વસ્તી ૨ લાખ જેવી થવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *